અમારા વિશે

સ્નેહી સભાસદ મિત્રો,
જય ભારત સહ સહર્ષ જણાવવાનું કે ધી ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લી., ડીસા ની સ્થાપના કરી જિલ્લામાં પોતાના જ મિત્રોને સહકાર આપી આર્થીક મદદ કરવાની ભાવનાથી એક મંડળી ની રચના કરવાનું સ્વપ્ન દેખેલ હતું. તે આજે સાકાર થયેલ છે. સૌના સહિયારા પ્રયત્નથી જિલ્લામાં એક કરતાં વધુ શાળાના બધાજ કર્મચારીઓ માટે ની મંડળી ડીસા તાલુકામાં આપણે શરૂ કરી શક્યા છીએ. તે આપણા બધા મટે એક ગૌરવની બાબત છે. મે.જિલ્લા રજીસ્ટાર સાહેબ, પાલનપુરે આપણી મંડળીને તેમના પત્ર નંબર -નધણ/બી.કે./સે/૪૨૬૩૩/ખ/૯૦૯/તા.૧૫/૦૭/૨૦૧૬ થી નોંધણીનું પ્રમાણપત્ર આપેલા છે. હવે અપણા બધાની ફરજ બને છે કે જિલ્લાની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ કર્મચારીઓ માટેની મંડળીનું ખુબ જતન કરીએ અને આપણે નક્કી કરેલા લક્ષ્યાંક સિધ્ધા કરવા માટે સૌહ સાથે મળીને કાર્ય કરીએ.

–  નયન પરમાર ,ડીસા